Friday, December 11, 2009

તમારું સ્મિત બની લહેરાઇ જાવાનું મને ગમશે,
તમારાં આંસુ થઇ લૂંછાઇ જવાનું મને ગમશે.

જગતમાં એમ તો હું ક્યાંય રોકાતો નથી કિન્તુ,
તમે જો રોકશો, રોકાઇ જાવાનું મને ગમશે.

પ્રતિબિંબો તમારાં જો ન દેખાડી શકું તમને,
તો દર્પણ છું છતાં તરડાઇ જાવાનુ મને ગમશે.

તમે રડશો છતાં દફનાઇ જાવાનું જ છે,
પરંતુ હસશો તો દફનાઇ જાવાનું મને ગમશે !! -બેફામ

0 Comments:

Post a Comment