Sunday, March 21, 2010


હોરાઇઝન - ટોચની કંપનીઓમાં તગડો પગાર ...

રવિપૂર્તિ
આના લેખક છે GSNEWS   
શનિવાર, 06 માર્ચ 2010

ટોચની કંપનીઓમાં તગડો પગાર મેળવતા ડીગ્રીધારીઓની રજાચિઠ્ઠી વાંચીને તમે ચોંકી જશો
As my headache is paining
બ્લેક બોર્ડ પછી હવે કમ્પ્યુટર સ્ક્રીનને પણ આઉટડેટ કરીને તમામ માહિતી, મનોરંજન, સંદેશા વ્યવહાર મોબાઇલ કે કેપ્સ્યુલ જેવડા સ્ક્રીન પર જ ઠલવાશે ત્યારે ભાષાનું કચુંબર નીકળી જશે.
વ્યક્તિને તેના ક્ષેત્ર પુરતું જ ભાષાજ્ઞાન હશે.
બેંગ્લોર, હૈદરાબાદ, મુંબઇ, ચેન્નાઇ અને પુના જેવા શહેરોમાં આવેલી આઇટી અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં તગડા પગાર સાથે નોકરી કરતા ભારતના જુદા જુદા રાજ્યોના કર્મચારીઓનું અંગ્રેજી કેટલી હદે નિમ્ન સ્તરનું હાસ્યાસ્પદ છે તેના કેટલાક સત્ય નમૂનાઓ અત્રે આપવામાં આવ્યા છે.

બેંગલોરની એક બહુ જાણીતી કંપનીના કર્મચારીએ તેના ઉપરીને લખેલી રજાચિઠ્ઠી. કર્મચારી તેની પત્ની જોડે ગામડે જમીન વેચવા જવાનો હોઇ રજા માંગે છે. 

"Since I have to go to my village to sell my land along with my wife, please sanction me one week live"
અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી કંપની કે જેની ભારતમાં મુખ્ય ઓફિસ બેંગ્લોરમાં છે તેના એક એન્જિનિયરને તેના પુત્રનાં મુંડનની વિધિ કરવા માટે બે દિવસની રજા જોઇએ છે. તેની ચિઠ્ઠી પણ જોઇ લો.
As I want to shave my son's head, please leave me for two days."

વધુ એક નમૂનો જોઇ લો. પુના સ્થિત કંપનીના સિનીયર કર્મચારીને તેની પુત્રીના લગ્ન પ્રસંગ હોઇ અઠવાડિયાની રજા જોઇતી હતી. તેમણે લખેલી રજા માટેની અરજી હાજર છે.

"As I am marrying my daughter, please grant a week's leave."

દેશની ખ્યાતનામ એરોનોટિક્સ કંપનીના વહિવટી વિભાગના કર્મચારીના સાસુજીનું નિધન થયું છે. તેમને પણ રજા જોઇતી હતી ત્યારે તેના ખાતાકિય વડાને કંઇક આવું લખ્યું હતું...

"As my mother-in-law has expired and I am only one responsible for it, please grant me half day casual leave"

હૈદરાબાદમાં કોલ સેન્ટરના કર્મચારીને કોઇ સંબંધીની અંતિમ ક્રિયા માટે સ્મશાન જવાનું હતુ તેની અડધી રજા માટેની અરજી જોવા જેવી છે.

"Since I have to go to the cremation ground at 10 clock and may not return, please grant me half day casual leave"

અને વધુ એક આઘાતજનક રજાચિઠ્ઠી .. ડબલ  ગ્રેજ્યુએટ તરફથી...

"As I am suffering from fever, please declare one-day holiday."
મહિને સરેરાશ રૃ. ૫૦-૬૦ હજારનો પગાર મેળવનાર આ કર્મચારીઓ દેશની જાણીતી સ્વનિર્ભર કોલેજોમાંથી સ્નાતક થયા હતા. તેમાંના મોટાભાગના અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી ચુક્યા છે. સ્વાભાવિક છે કે તેઓએ વિજ્ઞાાન કે ટેકનોલોજીનો જ નહીં કોમર્સ કે અંગ્રેજી, હિન્દી કે માતૃભાષાનો પણ ગોખીને જ અભ્યાસ કર્યો હશે. કંપનીઓની ઇમેજને નુકશાન થાય તે માટે અહીં તેનો ઉલ્લેખ નથી કર્યો પણ કંપનીઓ પણ મહદ્અંશે હવે તેમના કમ્પ્યુટર વિભાગમાં હાર્ડવેર કે સોફ્ટવેરમાં કર્મચારી સારૃ કામ કરી શકે તે જ નજરમાં રાખે છે. તેવું જ તબીબી ક્ષેત્રે છે. ઉચ્ચ ગણાતી તબીબી શાખાઓના તબીબો તેમનું પ્રેકટીકલ જ્ઞાાન ચુનંદુ ધરાવતા હોય તેવું બને પણ ભાષાની કામચલાઉ પકડ પણ આગળ જતા તેઓને સાવ ઢીલી અને મહત્વહીન જણાય છે.

આવા જ એક કર્મચારીએ માથાના દુઃખાવા માટે રજા ચિઠ્ઠી લખી છે તેના પર પણ નજર નાંખી લો...

"As I am working in this office I am suffering from headche. I request you to leave me today."

હજુ વાળ ખેંચવાનું મન થઇ જાય તેવાં માથાનો વધુ એક દુઃખાવો અનુભવવો હોય તો આ રજા ચીઠ્ઠી પણ જોવા જેવી છે...

As my headache is paining, Please grant me leave for the day."

સીધી સાદી બે-ચાર લીટીની રજા ચિઠ્ઠી વાંચતા ફાંફા પડી જતા હોય ત્યારે નોકરી માટેની અરજીના આવા નમુના કેવું કરૃણાસભર હાસ્ય ઉભુ કરતા હશે. હ્યુમન રિસોર્સિસ ડિપાર્ટમેન્ટની સિનીયર જગ્યા માટેની અરજીની શરૃઆત આવી હતી...

"I am enclosed herewith"

વધુ એક Shocker"...

"Dear Sir, with reference to the above, Please refer to my below.."

શિક્ષણની હાલત પર સહિયારી ચિંતા અને ચિંતન કરવાનું મન થઇ જાય તેવી એક રજા ચિઠ્ઠી પણ જોવી જ રહી.

"My wife is suffering from sickness and as I am her only husband at home! May be granted leave."

ભારે લાગણીસભર એક રૃપાળા નામનો હોદ્દો ધરાવતા કર્મચારીએ તેના પત્રના પ્રારંભે વિવેક તો કર્યો છે પણ.. કેવો...

"I am well here and hope you are also in the same well"

આ એક છેલ્લો નમુનો જોઇ લો. ભાઇ સાહેબે પુરા આત્મ વિશ્વાસ સાથે જાણે નોકરીનો હવે તેના સિવાય બીજો હકદાર હોઇ જ ના શકે તેવું પ્રતીત કરાવતી અરજીનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે.


This has reference to your advertisement calling for a typist and an accountant - male or female - as I am both for the past several years and I can handle both with good experience, I am applying for the post.


રસપ્રદ વાત એ છે કે અગાઉના વર્ષોમાં તો અંગ્રેજી કે કોઇ ભાષા નથી આવડતી અથવા રમુજ સર્જાશે તેવી જે તે વ્યક્તિને શરમ રહેતી હતી પણ હવે ખોટું છે તે જ ખબર નહીં હોઇ પુરા આત્મ વિશ્વાસ સાથે અને પ્રવાહી શૈલીમાં ભાષા બોલાય છે. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં ભારતના ડીગ્રીધારીઓ ડેલિગેશનમાં ઉપસ્થિતોની હાજરીમાં બેધડક અને કડકડાટ અંગત પરિચય આપતા હોય છે કે " આઇ વોઝ મેરીડ ટુ માય વાઇફ ઇન ૧૯૭૦ એન્ડ જસ્ટ લાસ્ટ વીક માય વાઇફ બીકમ મધર ઓફ અ બોય ચાઇલ્ડ''


આ જ મેનેજમેન્ટ, એનજીઓ કે વ્યવસાયિક વ્યક્તિ લેપટોપ થકી તેના વિષયનું અગાઉથી તૈયાર કરેલું પાવર પ્રેઝન્ટેશન સચોટ રીતે કરી શકે છે.


અત્યારની પેઢી એવી દલીલ કરે છે કે ભાષા સામી વ્યક્તિ આપણે શું કહેવા માંગીએ છીએ તેવી કમ્યુનિકેશનના સંદર્ભમાં જ હોવી જોઇએ. ઉદાહરણ તરીકે હાડકાનો નિષ્ણાત ડોકટર તેના ક્ષેત્રનું ઉપલબ્ધ વાંચન અંગ્રેજીમાં જ હસ્તગત કરે છે. તે વૈશ્વિક સ્તરે તેમના વિષય, સંશોધન, ટેકનોલોજી, દવાઓ કે દર્દીની હાલત અંગે વાતચીત, ઇ-મેઇલ આપ-લે કરે પણ તેને તેના કાર્યક્ષેત્ર સિવાયના વિષયોમાં જરા પણ ફાવટ ના હોય તેવું બને. અંગ્રેજી પત્રકારત્વ કે લેખોમાં પણ ગુનાની દુનિયાનું કવરેજ કરનાર ફેશનના કવરેજમાં શૂન્ય મનસ્ક થઇ જાય તેવી પૂરી શક્યતા છે. પ્રત્યેક વિષયમાં શાખાઓનો સ્પેશ્યલાઇઝ અભ્યાસ થવા માંડયો હોઇ તેની એક 'જાર્ગન' બની છે. માત્ર ગુજરાતીની જ વાત નથી. હિન્દી અને તમામ પ્રાંતિય ભાષાનું કચુંબર નીકળી ગયું છે. અંગ્રેજીના કથળી ચુકેલા સ્તર અંગે યુરોપના સાહિત્યકારો અને ભાષાના રખેવાળો ગહેરી ચિંતા કરવા માંડયા છે.


પહેલા બ્લેક બોર્ડ અને હવે કોમ્પ્યુટર સ્ક્રીન આઉટડેટ થતુ જાય છે. ઇન્ફર્મેશન, કમ્યુનિકેશન અને એન્ટરટેઇનમેન્ટ જેનો ટુંકાક્ષર  'ICE' યુગમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. આ યુગ મોબાઇલના સ્ક્રીન પર હશે. તેના પર જ માહિતી, સંદેશા વ્યવહારો અને મનોરંજનનો ખડકલો થશે. અંગ્રેજી આવા યુગનું માધ્યમ રહેશે. અખબારો, સંદેશા વ્યવહાર, જાહેરાતો, ફિલ્મો, ટેક્ષ્ટ બધુ જ મોબાઇલ સ્ક્રીન પર હોય ત્યારે સંકેતો અને સંજ્ઞાાથી જ શક્ય બનશે.


અત્યારે એસએમએસ અને ઇ-મેઇલમાં જે અંગ્રેજીનો ઉપયોગ થાય છે તેમાં વ્યાકરણ દોષની કોઇ નોંધ નથી લેતુ.


વ્યક્તિ જે તે ક્ષેત્રમાં નિપૂણ હશે તે જ જોવાશે. આવી પરિસ્થિતિનો સીધો ફાયદો આપણી ગોખણીયા પદ્ધતિના અભ્યાસ અને ભાષા પ્રત્યેના શરમજનક અભિગમ ધરાવનારાઓને થશે. તેઓ બદલાયેલા જમાનાનું કારણ આપીને આબાદ રીતે છટકી જશે.


શું ખબર આપણે જે રજા ચિઠ્ઠીઓના કે અરજીના નમુના જોયા તે પછી જે આઘાત અનુભવ્યો તે તેમની જેમ જ ડિગ્રી- નોકરી મેળવનારા તેમના ઉપરીઓને યોગ્ય લાગ્યા હોય! ભવિષ્યમાં તો કદાચ આ જ શૈલીનો શિરસ્તો હોઇ શકે.


સમજવાની રીતે ઇન્ટેલીજન્ટ જોકઃ
અંગ્રેજીના વર્ગ ભરીને અમેરિકામાં મોટેલમાં કામ કરવા જતો એક યુવાન અમદાવાદથી મુંબઇ વિમાન માર્ગે તેની જીંદગીમાં પ્રથમ વખત જઇ રહ્યો હતો. વિમાન મુંબઇ ઉતરાણ કરતું હતું ત્યાં જ આ યુવાને કૂદાકૂદ કરતા બુમ પાડવા માંડી. Bombay.. Bombay... ! 
એર હોસ્ટેસે થોડી કડકાઇ સાથે કહ્યું કે ''બી સાયલન્ટ'' 
યુવાને અંગ્રેજીના ભરેલા વર્ગનો રોફ બતાવતા બુમ પાડવા માંડી ''ઓ.કે. Ombay.., Ombay.....

0 Comments:

Post a Comment