દુઃખ એ વાત નુ નથી કે એમને 'ના' પાડી
વાત એ છે કે એમને અચકાતા અચકાતા 'ના'પાડી;
નયને 'હા' પાડવા છતા
તારી નજરે 'ના' પડી;
દિલે 'હા' પાડવા છતા
તારા હોઠે મને 'ના' પાડી;
મારા પ્રત્યે ના વિસ્વાસે 'હા' પાડી છતા
ઈચ્છાઓ ઘણી હોવા છતા તારા મન
ના ડરે મને 'ના' પાડી;
લખવા માગુ છુ ઘણુ બધુ પણ
આ 'પેને' મને 'ના' પાડી;
'ના' ભલે પાડી પરંતુ મને
લાગે છે કે 'ના' છુટકે 'ના' પાડી.