Saturday, June 20, 2009

હક આપો

સળગતી રકતની હોળી ઉપર જિવવાનો હક આપો.

અમારી રીતથી અમને જરા મરવાનો હક આપો.



ધરા નીચે જવાનું તો બધાએ છે સતત નિશ્ચિત

ધરા પર પણ અમનથી કંઇક રહેવાનો હક આપો.



તમે જાતે ઉછેર્યાં છે, બધા આ ઝાડો ને ફૂલો,

હવે ધીરજ જરા ધરજો, મહ્ક્વાનો હક આપો.





અમારા ખૂનથી, બુઝશે નહીં આ પ્યાસો ધરતીની,

અમારા પ્રેમથી દિલબરને , ભીંજવવાનો હક આપો.



મળી જાયે કદી આનંદ તો ઉછળે છે સહુના મન,

કદી કો વેદના પીડે, જરા રડવાનો હક આપો.



અમોને હક કદી આપો , જિવી લઇએં ઇજ્ઝતથી

અરે! આપો કદી અમને, જરા હસવાનો હક આપો.



તમારા દાવ પેચોથી ન વીંધો આ તડપતાં દિલ,

કદીતો પ્રેમ ની તકતી જરા ભણવાનો હક આપો.





વફા આદત નથી ભીખો તણી, પણ આ વિનંતી છે,

ગણી માનવ અમોને ચિંતનો કરવાનો હક આપો.


0 Comments:

Post a Comment