Saturday, June 20, 2009

વાત વાત માં...

વાત વાત માં કેટલીયે વાત થઇ ગઇ
એક નવા સંબંધની શરુઆત થઇ ગઇ

વરસો જુની તે સોગંદ આજે તુટી ગઇ
ફરી વાર પ્રેમની રજુઆત થઇ ગઇ

આંખોથી આંખો મળી ક્યારે ખ્યાલ નથી
પણ દિલ થી દિલ સુધીની રાહ થઇ ગઇ

અમે એકમેકમાં હજી ખુલાસો કર્યો નથી
અને શરુ ગામની પારકી પંચાત થઇ ગઇ

એ હતા ત્યાં સુધી જ રોશની રહી શકી
તેઓ ગયાને “હાદિંક”ની રાત થઇ ગઇ

0 Comments:

Post a Comment